Chikhli : બી.આર.સી. ભવન ચીખલી ખાતે બે દિવસીય કઠપૂતળી નિર્માણ કાર્ય શિબિર યોજાઈ.
Chikhli : બી.આર.સી. ભવન ચીખલી ખાતે બે દિવસીય કઠપૂતળી નિર્માણ કાર્ય શિબિર યોજાઈ. તારીખ : ૧૮-૦૧-૨૦૨૪ થી તા.૧૯-૦૧-૨૦૨૪ દરમ્યાન ચીખલી બી. આર.સી.ભવન ખાતે બે દિવસીય કઠપૂતળી મોડ્યુલ કાર્ય શિબિર યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાનાં ૧૫ શિક્ષકો અને ચીખલી તાલુકાનાં શિક્ષકો જોડાયા હતા. આ બે દિવસ દરમ્યાન કઠપૂતળી બનાવવામાં આવી હતી. જેમાં મોજા, થર્મોકોલ, કાપડ, એમ એસ કાગળનો ઉપયોગ કરી કઠપૂતળી બનાવવામાં આવી હતી. તેમજ તેને સજાવવામાં પણ આવી હતી. બીજા દિવસે તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં બાળગીત, અને વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ અભ્યાસક્રમમાં આવતાં એકમોને કઠપૂતળી દ્વારા રજૂ કરવાથી બાળકોને આનંદપ્રમોદ સાથે બાળકોને શીખવી શકાય તે રહેલો છે. આ તાલીમના તજજ્ઞ મિત્રોમાં ખેરગામના પ્રજ્ઞા બી.આર.પી. નિમિષાબેન આહિર, સી.આર.સી. વૈશાલીબેન સોલંકી, જ્યારે ચીખલી તાલુકાના હેતલકુમારી પટેલ, કુંજલતાબેન પટેલ, નીતાબેન પટેલ, નિલેશભાઈ પટેલ અને કલ્પેન્દ્રસિંહ પરમાર દ્વારા કઠપૂતળી તાલીમ આપવામાં આવી હતી. તાલીમ મોડ્યુલનું વિહંગાવલોકન નીચે આપેલ ન...