બાળકોને રમાડવા લાયક 30 રમતો

બાળકોને રમાડવા લાયક  30 રમતો
Link open for click here

બાળગીતો

બાળગીતો
વિડિયો જોવા ઈમેજ પર ક્લિક કરો

બાળવાર્તાઓ

બાળવાર્તાઓ
વિડિયો જોવા ઈમેજ પર ક્લિક કરો.

Chikhli : બી.આર.સી. ભવન ચીખલી ખાતે બે દિવસીય કઠપૂતળી નિર્માણ કાર્ય શિબિર યોજાઈ.

     

Chikhli : બી.આર.સી. ભવન ચીખલી ખાતે બે દિવસીય કઠપૂતળી  નિર્માણ કાર્ય શિબિર યોજાઈ.

તારીખ : ૧૮-૦૧-૨૦૨૪ થી તા.૧૯-૦૧-૨૦૨૪ દરમ્યાન ચીખલી બી. આર.સી.ભવન ખાતે  બે દિવસીય કઠપૂતળી મોડ્યુલ કાર્ય શિબિર યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાનાં ૧૫ શિક્ષકો અને ચીખલી તાલુકાનાં શિક્ષકો જોડાયા હતા. આ બે દિવસ દરમ્યાન કઠપૂતળી બનાવવામાં આવી હતી. જેમાં મોજા, થર્મોકોલ, કાપડ, એમ એસ કાગળનો ઉપયોગ કરી કઠપૂતળી બનાવવામાં આવી હતી. તેમજ તેને સજાવવામાં પણ આવી હતી. 

બીજા દિવસે તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં બાળગીત, અને વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ અભ્યાસક્રમમાં આવતાં એકમોને કઠપૂતળી દ્વારા રજૂ કરવાથી બાળકોને આનંદપ્રમોદ સાથે બાળકોને શીખવી શકાય તે રહેલો છે.


 આ તાલીમના તજજ્ઞ મિત્રોમાં ખેરગામના પ્રજ્ઞા બી.આર.પી. નિમિષાબેન આહિર, સી.આર.સી. વૈશાલીબેન સોલંકી, જ્યારે ચીખલી તાલુકાના હેતલકુમારી પટેલ, કુંજલતાબેન પટેલ, નીતાબેન પટેલ, નિલેશભાઈ પટેલ અને કલ્પેન્દ્રસિંહ પરમાર દ્વારા કઠપૂતળી તાલીમ આપવામાં આવી હતી.


તાલીમ મોડ્યુલનું વિહંગાવલોકન 

નીચે આપેલ નવસારી જિલ્લા અને તાલીમ ભવન દ્વારા તૈયાર કરવામાં તાલીમ મોડ્યુલના અંશો છે. જેનાં પથદર્શક અને પ્રેરક તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી ગીરીશભાઈ પટેલ છે. જે તાલીમ ભવનના સિ. લેકચરરશ્રી ડૉ. મનીષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. જેમનું લેખાંકન, ચિત્રાંકન અને સંકલન બી આર.સી. ગણદેવી સોનલબેન કનેરિયા, લાલભાઈ ટંડેલ નિવૃત્ત શિક્ષક, ભૂપેન્દ્રકુમાર ખલાસી મુખ્ય શિક્ષક માછીઆવાસણ, રાકેશકુમાર ટંડેલ ઉ.શિ. વણગામ, મનીષાબેન ટંડેલ ઉ.શિ. દેવસર પ્રા.શા. નં.૧ અને દિપીકાબેન ટંડેલ પ્રા. વિદ્યામંદિર ગડત દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

કઠપૂતળીના ઇતિહાસ તરફ ડોકિયું........

એક જમાનામાં ગામડાંની કોઈ શેરીમાં આ સાદ પડતાંની સાથે જ ગામ આખું પડદા પાછળથી દોરી વડે લાકડાંની પૂતળીઓને નચાવતો ખેલ જોવા ચોકમાં ઉમટી પડતું. ત્યારે કઠપૂતળીના ખેલ ગ્રામ્ય સંસ્કૃતિનું અતિ જૂનું અને મહત્ત્વનું મનોરંજનનું માધ્યમ હતું.

કઠપૂતળીનો ઉદ્દભવ અને પ્રાચીન ઇતિહાસ

પ્રાચીન દંતકથા અનુસાર ભગવાન શિવથી પાર્વતીજી નારાજ થયા હતો. ભગવાન શિવે પાનીને ખૂશ કરવા લાકડાની કઠપૂતળીમાં પ્રવેશ કર્યો અને પત્નીને મનોરંજન આપી ખુશ કર્યો. ભારતમાં કઠપૂતળીના ખેલનો જન્મ ભગવાન મહાદેવના હાથે થયો એવું માનવામાં આવે છે.

નવી પેઢીએ વિક્રમાદિત્યની બત્રીસ પૂતળીઓની વ્રતો વાંચી હશે કે કેમ એ ખબર નથી પણ આપણે નાના હતાં ત્યારે બત્રીસ પૂતળીઓની વાતો લગભગ બધા વાંચતા, કઠપૂતળીનો ઇતિહાસ આશરે પચ્ચીસો વર્ષ પ્રાચીન છે. પાણિનીના નટસૂત્રમાં કઠપૂતળીના ઉલ્લેખો છે. બે હજાર વર્ષ પહેલાં પણ નાટકો કઠપૂતળીના માધ્યમથી ભજવાતા હતાં.

ભારતથી પડોશી દેશો થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ફિલિપાઇન્સ, વિયેટનામ, કોરિયા વગેરેમાં કઠપૂતળી પહોંચી, ત્યાંથી ચીન થઈ રશિયા અને યુરોપ સુધી ફેલાતી ગઈ.- મહત્વની વાત એ છે ત્યાં કઠપૂતળીની કળાનો આધુનિક જ્ઞાન સાથે વિકાસ થયો અને આજે તેને જાળવવા સુંદર પ્રયાસો પણ થાય છે. કઠપૂતળીના ખેલ પરથી અનેક પોપ્યુલર ટીવી શોઝ પણ થાય છે. કાર્નિવલમાં પણ પ્રાણીઓની પ્રતિકૃતિ કઠપૂતળી કાળા પર આધારિત છે.

એવું માનવામાં આવે છે કે ગ્રીસથી કઠપૂતળી કળા વિકાસ પામી હતી. ઇજીપ્તમાં પણ આ કળા પૌરાણિક યુગથી વિકસી હતી. આપણે બંને વરતો સાથે એટલો વાંધો નથી... વાંધો તો એ છે કે ભગવાન શીવે આપેલી આ કળાને બચાવવા પ્રયત્નો પણ ઓછા છે.

-યુરોપિયન દાર્શનિક એરિસ્ટોટલ અને પોટોએ કઠપૂતળી વિશે લખ્યું છે. હોમરના પૌરાણિક નાટકો "ઇલિયડ" અને "ઓડીસી કઠપૂતળી દ્વારા રજૂ થયા હતો - ભારતની વાત કરીએ તો આપણી લોકકથાને જીવંત રાખવા માટે કથપૂતળીઓના ખેલ અને કલાકારીને આભાર માનવો જોઈએ.

ચાલો વધુ જાણીએ કઠપૂતળી વિશે.

૨૧મી માર્ચ દુનિયાભરમાં વિશ્વ કઠપુતળી દિવસ તરીકે મનાવાય છે.- ૨૧ મી માર્ચ 2003માં ફ્રાન્સમાં લૌ પ્રથમ આ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

કઠપૂતળીનો  અર્થ :-

-દોરી બાંધી નચાવવામાં આવતી કાષ્ટ (લાકડું)ની પૂતળી

-બીજાના ઈશારત પર કામ કરવાવાળા 

કઠપૂતળીનાં મુખ્ય ચાર પ્રકાર છે.

1. ગ્લોવ્ઝ  પપેટ,

2. રોડ પપેટ

3 શેડો પપેટ

4. સ્ટ્રિંગ પપેટ

આ સિવાય હેન્ડ પપેટ, સ્લીવ પપેટ,પામ પપેટ ફીન્ગર પપેટ જેવા કઠપૂતળીનાં અન્ય પ્રકારો છે.

આ કળા દેશના અન્ય રાજ્યોમાં ટકી પણ ગુજરાતમાં ડચકા ખાઈ રહી છે તેની પાછળનાં અનેક કારણો પૈકીનું એક કારણ ગુજરાતી પ્રજાની કળા પ્રત્યેની ઉદાસીનતા છે. ગુજરાતી ફિલ્મો- નાટકો પણ આ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યાં છે. ત્યારે આ મામલે પ્રજા કરતા સરકાર વધુ  ગેરજવાબદાર લાગે છે.

ફ્રાન્સ, ડેન્માર્ક, ઈટાલી, જર્મની ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ જેવા દેશોમાં તેમને કઠપૂતળીના ખેલ માટે ભારે ક્રેઝ છે." "કઠપૂતળી મનોરંજન સાથે શિક્ષણ આપે છે. આ વાત વિદેશીઓ વધુ સમજે છે. કેન્દ્રીય સંગીત નાટક અકાદમી આ કળાને પ્રોત્સાહન આપે છે. ગુજરાતની સંગીત નાટક અકાદમી આ બાબતે ઉદાસીન છે.

ગ્રામીણ ભારતમાં મનોરંજન સાથે શિક્ષણની ગરજ સારતી કઠપૂતળી સ્માર્ટફોન અને ઈન્ટરનેટના આગમનથી રસ્તે રઝળતી થઈ ગઈ છે.

આપણે ગુજરાતીઓએ રાજસ્થાની કઠપૂતળીના ખેલ વધારે જોયા છે. કપડાની કઠપૂતળીને દોરા વડે બાંધી આંગાળીઓથી નચાવતા બજાણિયા જોયા છે. આ શૈલીની વિશેષતા એ છે કઠપૂતળીના પહેરવેશ પરથી ખબર પડી જાય કે કોણ રાજા છે અને કોશ પ્રજા

ઓરિસ્સામાં કુન્દેઈ, મહારાષ્ટ્રમાં માલાસૂત્રી કે તમિલનાડુમાં બોમલટ્ટમ શૈલી જાણીતી છે. કેરાલામાં કઠપૂતળી નચાવતા નચાવતા પ્રેક્ષકોને પણ નચાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કઠપૂતળી જાનવરોના ચામડામાંથી બને છે પણ બંગાળમાં ડંડા સાથે કઠપૂતળી બાંધી નાચ નચાવવામાં આવે છે.

આ ખેલ લોકશિક્ષણનું કાર્ય પણ કરતા. આ ખેલના કલાકારો રોજ કોઈ ગામમાં ખેલ બતાવીને પેટ પૂરતું રળી લેતા. સમય જતાં લોકોના જીવનધોરણથી માંડીને મનોરંજનનાં સાધનોમાં પરિવર્તન આવ્યું. સિનેમા અને ટેલિવિઝન જેવાં ઉપકરણોએ પરંપરાગત કળાઓને મરણતોલ ફટકો  માર્યો. એ‌ ઘા એટલો જડબેસલાક નીવડયો કે પરંપરાગત કળાઓ પર અનેક વિચરતી-વિમુક્ત જાતિઓનો જીવનનિર્વાહ ચાલતો હતી તે બંધ થઈ ગયો. કઠપૂતળી આવી વિસરાયેલી કળાઓમાંની એક છે.

મોહેં-જો-દડો અને ઈજિપ્તના પિરામિડોમાંથી પ્રાચીન પૂતળીઓ મળી આવી હતી. ઔરંગઝેબના સમયમાં કઠપૂતળીના ખેલમાં પૃથ્વીરાજ ચૌહાણ અને અમરસિંગ રાઠોડની શૂરવીરતા રજૂ કરાતી. પરિણામે સ્થાનિકમાં બળવો થવાની આશંકાએ ઔરગઝેબે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો, ત્યારથી કઠપૂતળીના ખેલ કરનારે મુખથી સંવાદો બોલવાનું બંધ કરીને

-પીપુડી (સીટી)થી સંવાદ બોલવાનું શરૂ કર્યું હતું ભારતમાંથી જ કઠપૂતળીના કલાકારો જાવા, સુમાત્રા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, ચીન અને જાપાન જેવા દેશોમાં જતા આ દેશોમાં આજેય ભારતીય પારંપરિક કઠપૂતળી કળા હયાત છે.

હાલ ગુજરાતમાં જે કઠપૂતળીની કળા રજૂ થાય છે તે રાજસ્થાનથી આયાત થયેલી છે. રાજસ્થાનમાં રાજ નટ, દક્ષિણી નટ અને ભાટ નટ એમ ત્રણ પ્રકારની નટજાતિ છે. ભાટ નટ કઠપૂતળી ભાટ તરીકે ઓળખાય છે. ભાટ કોમની ચાર પેટા જાતિઓ રાજભાટ, રાવભાટ, કંકાળીભાટ અને દક્ષિણી ભાટ છે. જેમાંથી રાજભાટ રાજાના દરબારમાં રાજકવિ તરીકે સ્થાન પામ્યા હતા. રાવભાટ વિવિધ કોમના બારોટ-વહીવંચા' બન્યા કંકાળીભાટ કઠપુતળીના ખેલ સાથે જોડાયા.

આ કળાના પતનનું સૌથી મોટું કારણ મનોરંજનનાં સાધનોનો વિકાસ છે. કળા સાથે જોડાયેલા લોકો મોટાભાગે અભણ અને ગરીબ છે. તેમને સરકારી યોજનાનો સહારો નથી કે સમાજ તરફથી કોઈ સહાનુભૂતિ પણ નથી. ગુજરાતમાં પૂતળી ભાટ કોમનાં લગભગ સવાસો કુટુંબ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં વસે છે.

જેમાંથી કઠપૂતળીના ખેલ કરનારા ગણણ્યાગાંઠયા કલાકારો રહ્યા છે. મોટાભાગના હવે કાપડના હાથી-ઘોડા, તોરણ, ચકલી પોપટની સેરો. નાનીમોટી કઠપૂતળીઓ અને લાકડાની અણઘડ મૂર્તિઓ બનાવીને જીવન ગુજારે છે. શિક્ષણની ઉપેક્ષા અને ગરીબીરેખાથી પણ નીચું જીવનધોરણ હોવાથી તેઓ સામાન્ય પ્રવાહમાં જોડાઈ શક્યા નથી. બાકી હતું તે સિનેમા, ઈન્ટરનેટ, કમ્પ્યુટર, સ્માર્ટફોન જેવા મનોરંજન માધ્યમોએ પૂરું કર્યું. લોકો ઈન્ટરનેટ અને સ્માર્ટફોનથી એવા બંધાઈ ગયા છે કે તેમને કઠપૂતળી જેવી પ્રાચીન કળામાં રસ રહ્યો નહીં.આ કળાને બચાવવી હશે તો સરકારે તેને ફરજિયાત પ્રોત્સાહન આપવું પડશે, સમાજ આ ઉપેક્ષિત કલા પ્રત્યે જાગૃત થાય તે પણ જરૂરી છે. કઠપૂતળીની કળાની સાથે શિક્ષણ પણ મળી રહે તેવી જોગવાઈ થઈ શકે. એનજીઓ દ્વારા આ કોમના પૌઢોને અક્ષરજ્ઞાન આપવું પડશે.

કઠપૂતળી કળાનો ઉપયોગ બાળ શિક્ષણ, સમાજ શિક્ષણ, મનોરંજન, દિવ્યાંગો માટે થઈ શકે. વિદેશોમાં ખાસ કરીને ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં કઠપૂતળીને સમાવાઈ છે. જેમાં આઠમા ધોરણ સુધીના બાળકોને પપેટ દ્વારા અંગ્રેજી ભાષા, ઇતિહાસ ,ભૂગોળ, ગણિત વિજ્ઞાન અને સામાન્ય ટેક્નોલોજીનું જ્ઞાન અપાય છે. આ પ્રયોગ આપણે ત્યાં પણ અમલમાં મૂકી શકાય.

કલા- કલાકારો સમાજનો શણગાર છે. કઠપૂતળીની કળાનો શણગાર આજે ઝાંખો પડી ગયો છે. તેને ફરીથી ચમકદાર બનાવવાની જરૂરિયાત છે. જો એમ નહીં થાય તો એ દિવસ દૂર નથી જ્યારે કઠપૂતળીની કળા મ્યુઝિયમોના કાચના કબાટમાં કેદ થઈને પોતાની કમનસીબી પર આંસુ સારતી હશે.

શિક્ષણમાં કઠપૂતળીના ફાયદા:-

  • બાળકોને જોડકણા અને ગીતો શીખવવામાં મદદ કરે છે.
  • કઠપૂતળી પહેરાવવા માટે જરૂરી ઝીણી હિલચાલ દક્ષામાં મદદ કરે છે. બાળકોના જ્ઞાનાત્મક સાાજિક વિકાસ પર સકારાત્મક અસર કરે છે.
  • શરૂબાતમાં બાળકોના હટ આંખનું સંકલન વિકસાવે છે.

  • કઠપૂતળીઓ બાળકોની કલ્પનાઓને ઉત્તેજિત કરવામાં તેમજ સર્જનાત્મક રમત અને શોધને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે.

  • કઠપૂતળીઓ બાળકની કલ્પનાનો દરવાજો ખોલે છે જે તેમને બનાવવા અન્વેષણ કરવા અને ખીલવાડે છે.

  • કઠપૂતળીઓ વર્ગખંડના શિક્ષણમાં જીવન અને આનંદનો શ્વાસ સમાન છે.

  • કઠપૂતળીની રમત પ્રારંભિક શિક્ષણ સેટિંગમાં એક શક્તિશાળી શિક્ષણ સાધન છે. 
  • કટકોટરી શિક્ષણ માત્ર મનોરંજનનું સાધન ન રહેતા બાળકોમાં વિવિધ કળાઓ ખીલવે

  • બાળકોને કોમ્યુનિકેશનમાં પડતી મુશ્કેલી દૂર કરે જ કરી શકાય.

  • બાળકો સરળ મધ્યમથી કઠિન બિંદુ શીખી શકે.

  • બાળકોની સામાજિક વ્યક્તિગત મૂંઝવણોનું નિરાકરણ લાવવા માટે મદદરૂપ છે.

  • બાળકોનો સામવેગિક વિકાસ બાળકમાં વિવિધ સંવેદનાઓનો વિકાસ કરી શકાય. 
  • શ્રવણ તથા કથન કૌશલ્યો નો વિકાસ થાય ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ નો વિકાસ

  • કોમ્યુનિકેશન સંવાદ કરવાની કળા વિકસે

  • વિવિધ મૂલ્યોનો વિકાસ વર્તાકથન દયાભાવ નવું નવું જ્ઞાન  જાણવા મળે.

  • કોઈ પર્ટિક્યુલર ટોપિક વિશે જાગૃતતા લાવવામાં મદદ કરે જેવા કે સ્વચ્છતા 

  • સામાજિક મૂલ્યો શિક્ષણમાં બાળકોને આવતો કંટાળો દૂર કરી શકાય.

  • વિષય કરી વિષય પ્રત્યે બાળકોનો રસ વધારી શકાય શિક્ષણમાં કઠપુતળી દ્વારા તમામ વિષયોનું જ્ઞાન આપી શકાય.

  • ઇવન મેક્સ મેટ્સ સાથેન્સ પણ શીખવી શકાય

  • બાળકો માટે સાબિત થાય તેમને શિક્ષણ‌‌ પ્રત્યે  અભિમુખ કરી શિક્ષણમાં લસ લેતા કરી શકાય.

  • આત્મવિશ્વાસ બાળકોમાં વધે તેમજ ડર દૂર થાય બાળકો વાર્તા ગાયન સંવાદ દ્વારા રસપૂર્ણ શીખે.

  • સાંસ્કૃતિક પુરાતન વારસા વિશે જાણે તથા તેનું સંવર્ધન કરતા શીખે.

Comments

Popular posts from this blog

BALVATIKA KYA HAI|બાલવાટિકા શું છે?